Gujarati Quote in Poem by TRUSHAR

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે પાંપણ ઉઠાવો તોય ક્યાં વંચાય એવી છે?
તમારી આંખ તો જોતા જ બસ ડૂબાય એવી છે

હશે સાચું બધીયે રાતની પાછળ સવાર આવે
તમે સપનું બનો તો રાત પણ લંબાય એવી છે

ન આગાહી, ન ચેતવણી, ન બચવાનો કોઈ રસ્તો
તમારી યાદ તો વરસાદથી પણ જાય એવી છે

ચીતરતા'તા પળેપળને અમેતો કલ્પના સમજી
તમે આવ્યા તો લાગ્યું દ્રશ્યમાં પલટાય એવી છે

ગઝલમાં આમ જુઓ તો લખું છું ક્યાં કશુયે ખાસ
તમારું નામ આવ્યું તો થયુ વખણાય એવી છે

વીત્યા છે જે રીતે વર્ષો હવે એક પળ નહીં વીતે
તમારાથીયે કહોને રાહ ક્યાં જોવાય એવી છે?

Gujarati Poem by TRUSHAR : 111260654
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now