Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા ન:૯,
નમસ્તે બાળકો...
આવ્યો મંગળવાર.શાળા ખૂલી ગઈ ને નવા ચોપડા,નવું દફતર ને નવા પેન પેન્સિલ ,રબર
ને કંપાસ..મજા છે ભાઈ. નવા મિત્રો પણ મળશેને? હવે સમય પણ ઓછો મળશે પણ આપણે જરૂર ભેગા થઈશું .
વાર્તા નં ૯
બકા જમાદારના પત્ની બકરીબેન રજાઓમાં બરકેશ ને લઈ ને ભાઈને ત્યાં ગયા હતા. ત્યાં
તેના ઘણાં મિત્રો હતા.એકવાર એનો ઝઘડો થઈ ગયો,હાથીભાઈ ના પુત્ર મદનિયા જોડે. વાત નજીવી હતી પણ ઘણીવાર ગેરસમજ થતી હોય છે.તમે પણ ઝઘડો છોને મિત્ર સાથે
કેવા ? પછી દુખી થાવ છો ને..?બસ અહીં પણ કેળા માટે જ ઝઘડો થયો.મદનિયાને કેળા બહુ જ ભાવે. એટલે એ તો ફટાફટ બધા કેળા ખાઈ ગયો. બરકેશ ને ખૂબ ખરાબ લાગ્યું
એ તો ઉઠીને ચાલતો થયો.ઘરે ગયા પછી રિસાયલો જ રહ્યો,બકરીબેનને બધી ખબર પડી.હવે કરવું શું એમણે યુક્તિ કરી કે બન્ને મિત્રો ને જૂદી જૂદી વાત કરી ભેગા કરવા પણ કહેવું શું..?
બધા મિત્રો એ કહ્યુ કે મદનિયાને ખોટું નથી
લાગતું તે બહુ જ લાગણી વાળો છે,બકરીબેને થોડા કેળા ખરીદ્યાને મદનિયાને કહ્યુ તુ આ કેળા બરકેશને ભેટ રૂપે આપને કહે જો મારી મા હાથણે મને આપ્યા ખાવા પણ તને મૂકી હુ ખાઈ ગયો તો હવે તું આ નહી ખાઈતો મને ખૂબ દુખ થશે.. બરકેશ તો એનુ ભોળપણ જોઈ ખુશ થઈ ગયો. કેળા લઈ પોતાની થેલી માં મૂક્યાને કહે કાલે રસ્તામાં ખાઈશ.મનમુટાવ
દૂર થયો.બીજે દિવસે બરકેશના મામી એ ગંડેરીના ટૂંકડા આપ્યા રસ્તામાં ખાવા એને મીઠાં ટૂંકડા એટલા ભાવે કે ખુશ ખુશ.અચાનક
એણે મદનિયાનો ચિંઘાડવાનો અવાજ સંભળાયો . એના બધા મિત્રો ભેગા થયા હતા પણ મદનિયો મળવા નહોતો આવ્યો. એણે કારણ પૂછ્યું તો ખબર પડીકે તેને થોડો તાવ આવ્યો હતોને એને ગમતું નહોતું .બરકેશ સામેથી મળવા ગયો તેણે એને શાંત કર્યો ને આરામ કરવાનું કહ્યુ. પછી એને યાદ આવી તેની ગંડેરી દોડ્યોને તેની પેક કરેલી થેલી માંથી એને ગંડેરી આપી આવ્યો. મદનિયો તો ખૂબ ખુશ થઈ ગયો,બરકેશે પોતે ખરીદેલી સરસ વાર્તા મિયા ફૂસકીની ચોપડી પણ એને
આપી દીધી.આમ જુઓ મિત્રો નાની બાબત માં
ઝધડીને બન્ને કેવા ગેર સમજ દૂર કરી એક થયા.મિત્રો ઝધડો કરો પણ કદી યાદ રાખી ને
લંબાવો નહિ..બરકેશ ને મદનિયાની દોસ્તી કેવી કે બરકેશે પોતાની મનગમતી વસ્તુ ખુશી ખુશી મિત્ર ને આપી દીધી.
તમારી પાસે છે આવું દિલ હવે ક્યારેય ઝધડતા નહિ જગતમાં બધુ મળે પણ મહા મોંઘા મિત્રો ન મળે.એટલે કૃષ્ણ ભગવાને ગરીબ સુદામાના કોરા પૌંઆ ખાધા પણ સુદામાને મહેલાતો ને નોકર ચાકરને ગાડીઘોડા આપી દીધા હતા.બનજો કૃષ્ણ સુદામા જેવા મિત્રો.
વચન આપો તમારી મિત્રશ્રીને ,દોસ્તીને અમર બનાવશો...સરસ ..ચાલો ફરી આવતા મંગળવારે મળીશું.
તમારી મિત્ર શ્રી
જયશ્રી.પટેલ.
૧૨/૬/૧૮

Gujarati Story by Jayshree Patel : 111260471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now