Gujarati Quote in Thought by Dharmanshu Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

I am really so sorry ?‍?‍?‍?

ઘણીવાર મારાથી તમને ના બોલવાનુ બોલાય જાય છે.અને જેનાથી તમને ખુબ દુઃખ થતુ હશે.અને અેનો મને બઉ જ પસ્તાવો થાય છે.પણ મે ક્યારેય તમને કીધુ નઇ..આજ સુધી હું જાણી નઇ શક્યો કે મને તમારા પર ઉપર મોટા અવાજે કેમ બોલાય જાય છે.પણ જ્યારે મારુ મન અને મગજ શાંત થાય છે ત્યારે ખુબ જ પસ્તાવો અને અે ક્ષણોને યાદ કરતા દિલ પણ ભરાય આવે છે.મારા દિલમા લાગણીઆેની ભરતી આવે છે.હું જાણુ છું કે દરેક માતા પિતા પોતાના સંતાનનુ સારુ જ ચાહતા હોય છે.પણ જ્યારે તકલીફ પડે છે ત્યારે અેકબીજાની વાત માનવા તૈયાર જ નથી હોતા.હુ આપણા ઘરની વિકટ પરિસ્થિતિથી પરિચિત જ છુ.અને અે પરિસ્થિતિને વધારે સમય ટકવા નઇ દઉ.પપ્પા ઘણી બધી વાતો છે જેને હુ ઘરે તો શુ કોઇને જ કહી શકતો નથી.અે બધી વાતોના બોજ કારણે હુ બધુ જ ભુલી જાઉં છુ.મારે તમને વાતો કેવી હોય છે પણ કઇ નથી શકતો.હુ કોઇ પણ મુશ્કેલીની અે વાતો હુ તમને કઈને ખોટુ ટેન્શન આપવા નઇ માંગતો.પણ તમને અેમ લાગે છે કે હુ સાવ નકામો છુ.કોઇ કામ ધંધો નથી કરતો.પણ ના અેવુ નથી.હુ પણ પગભર થવા માંગુ છુ.આજ સુધી મેં ઘણા પૈસા વાપર્યા છે.પણ એ બધા પૈસા ઘર પાછળ જ ખર્ચ્યા છે.તમે જે વસ્તુ લેવા માટે આજ સુધી અચકાતા હતા મે એ બધી જ વસ્તુ લાવીને મુકી દઉ છુ.ઘરમા શુ નથી શુ છે હુ બધુ જ જાણુ છુ.બેસક મને અે પૈસાનુ બધુ લાવીશ તો તમે મને ખિજાશો. એ હુ સાંભળી લઇશ પણ તમને કોઇ વસ્તુની અછત તો વર્તાવા જ નઇ દઉ.તમે ચિંતા નઇ કરતા હુ જે પણ કરીશ બધુ સમજી વિચારીને જ કરીશ..હું છું તો તમારો જ સંતાન ને..?
મને યાદ છે જ્યારે કોઇ મને અને બહેનને જોઇને કહેતા કે આ છોકરા બઉ જ ડાયા છે અેના જેવા સંતાન ભગવાન બધાને આપે.આ વાત સાંભળી તમે ખુબ જ ખુશ થતા હતા.અને એ ખુશી હુ તમને કાયમ માટે અપાવીશ...અને કદાચ બધા કહેતા હશે કે બાપ દિકરાને ક્યારેય નહી ભળે અેવુ કુંડળીમા લખ્યુ છે.પણ યાદ રાખજો હું એ કુંડળીના લેખ ને બદલીને બતાવીશ....
કહેવુ તો ઘણુ છે પણ લખતા લખતા શબ્દો પણ ખુટી જશે...
અને છેલ્લે બસ અેટલુ જ કહેવુ જ છે કે મારા માટે દુનિયાના મોટામા મોટા વ્યક્તિ એવા મારા મમ્મી પપ્પા બા બેન અને alll Family Mambers thank you so much for giving in my life ??????...........................
???????
✍ધર્માંશુ પટેલ/Dr.Patel

Gujarati Thought by Dharmanshu Patel : 111259843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now