રિ - પોસ્ટ
મૌન છે ભાષા પ્રેમની પણ આજ
કંઈક કહેવાનું મન થાય છે,
લાગણીઓના આ પદળને
આજ ખોલવાનું મન થાય છે.
સ્વપ્નથી નીંદરનુ બંધન તૂટતાં દિનકર થકી,
તુજ મૂખડું ચૂમતુ જોવાનુ મન થાય છે.
સુખમાં હસે છે સૌ મારી સાથે પણ,
દુ:ખમાં તારી સાથે રડવાનું મન થાય છે.
સુરજને જેમ સાગર પોતાનામાં સમાવી લે ,
તેમ તને મારી આગોશમાં સમાવી લેવાનું મન થાય છે.
વરસાદની પહેલી બૂંદોને ચેહરા પર ઝીલતા,
એની સોડમને તારી સાથે માણવાનું મન થાય છે.
દરિયા કિનારે ભીની માટીમાં ચાલતા ચાલતા,
તારી સાથે જીંદગીની સફર ખેડવાનું મન થાય છે.
જીંદગીથી કંઈ પ્રેમ નહોતો પહેલેથી "તમન્ના "પણ,
કોણ જાણે કેમ તારી સાથે જીવવાનું મન થાય છે.
મૌન છે ભાષા પ્રેમની પણ આજ
કંઈક કહેવાનું મન થાય છે,
ભાવનાઓના આ પદળને આજ
ખોલવાનું મન થાય છે.
♡ તમન્ના ♡