એક ઘર...ઘર ના આંગણામાં તુલસીનો છોડ..તુલસીની પુજા કરાતી મા...
પીપળા નું ઝાડ...ઝાડની ડાળે હીંચકો બાંધેલ...એ
હીંચકા ને ઝુલાવતો ભાઈ...
જયારે હીંચકા મા થી પડી....માથે હાથ ફેરવતો બાપ...
મા નો સ્નેહ ભીનો સાદ...
આજ આ ઘર...મહેમાન બનીને આવેલી દિકરી...
એ જ મા- બાપ...ભાઈ...બસ ખૂટે છે તો...કંઈ પોતાનું...
એ આંગણે વાગતાં...ઢોલ ને શરણાઈ...દિકરી ની વિદાય...
રડી પડતો બાપ...આજે છે છું...મહેમાન...કારણ દિકરી...પારકી થાપણ તું...દિકરી મટી ને બની...એક વહુ...પત્ની...ભાભી...પછી બની તું...મહેમાન...