Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૃગજળ કેટકેટલાં દેખાડ્યાં છે દુનિયાએ.
ને તરસે કેટકેટલાં રીબાવ્યાં છે દુનિયાએ.

એનો તો દસ્તૂર નમતા પલ્લે બેસવાનોને,
મોટા ચમરબંધીને હંફાવ્યા છે દુનિયાએ.

ગરજ પડતાં મધમીઠાં વેણ ઉચ્ચારનાર,
સ્વાર્થ સરતાં રસ્તા બદલાવ્યા છે દુનિયાએ.

નહીં પહોંચી શકો દલીલબાજી કરવાથી,
દાઝેલાને પણ ડામ અપાવ્યા છે દુનિયાએ.

ન હોય એકરગી સમય ભાળી વાત બદલે,
દુઃશ્મનનેય પોતાનાં ગણાવ્યા છે દુનિયાએ.

ન લગાડો માઠું કદી તકસાધુ જેમ વર્તે છે,
પામવા મિત્રને શત્રુ બનાવ્યા છે દુનિયાએ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111259398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now