?ચાલ ને ફરી મળીએ?
ચાલને ફરી એક થઈ જઈએ,
લાંબા સમયના અબોલા તોડી નાખીયે.
ચાલને મળીયે ફરી એકવાર,
મન માંથી કાઢી નફરત ને કરીએ પ્રેમ બેસુમાર.
નાની એવી જિંદગીમાં શું કામ દૂર રહીએ,
ચાલને પાસે છીએ તો પાસે જ રહીએ.
વીતી ગયેલી ક્ષણો ને ભૂલીને,
ચાલને ફરી એક થઈએ.
ઘણો સમય નજરથી દૂર રહ્યા,
ચાલને ફરી નજર થી નજર મિલાવી એ.
તુજ વિના નથી રહી કોઈ આશ,
ચાલ ને હાથ માં હાથ લઈ ને જન્મારો પૂરો કરીએ.
જે લાગણી થીજેલી હતી,
ચાલને ફરી પીગળાવી દઈએ.
નીંદર માં તો સઘળુ લાગે સુંવાળું,
ચાલને ફરી એને હકીકતમાં ફેરવી એ.