Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે સ્વતંત્રતા પછીની ગુલામી ખપતી નથી.
અધિકારીઓને ભરવાની સલામી ખપતી નથી.

માનસિકતા હજુએ આપણી યથાવત રહી,
રજવાડાંના વહેમની રહી ખામી ખપતી નથી.

સત્તા મળતાં " વાહવાહી"ને કરતા એ મનમાની,
સ્વમાન ભંગે થનારી બદનામી ખપતી નથી.

મોટો જીવ નાનાને ગળતો હજુએ અકબંધ છે,
આઝાદી છે તોય ગુલામી શાની ખપતી નથી.

ક્યારે બદલશે આ વૃત્તિ સત્તાધારીની દેશમાં
જોહૂકમીથી જીવાતી જિંદગાની ખપતી નથી.

ચૈતન્ય જોષી.  ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111257259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now