અઢી અક્ષર ની દોસ્તી મા મિશ્રણ તારું મારું
કોઈ કહે બે ઉંચી નોટો મળી
કોઇ કહે બે જબ્બર તોપો મળી
મળવા જોગ કુદરતે તને અને
મને મેળવ્યા હું તારી આત્મા અને તુ મારો જીવ
આ અઢી અક્ષર ની દોસ્તી નો કમાલ જો
બે હૈયા મળ્યા એવા કે એક બીજા માટે
જીવન ન્યોછાવર કરી દે એવા
આ ભગવાન નો પણ આભાર
કે મળ્યો મને તારા જેવો યાર
પ્રેમ નું પારિજાત મારા જીવન માં
ખીલી ને કરમાઈ પણ તારી દોસ્તી
તુટવી મને મંજૂર નથી
મળે દરેક ને જીવન મા તારા જેવો યાર
તો આ મુસીબતો પણ દોસ્તી જોઈ ને ભાગે
તુ આમ જ રહે મારી સાથે અને
આ જીવન વીતી જાય પ્યારુ
અઢી અક્ષર ની દોસ્તી મા મિશ્રણ તારું મારું.........mir