The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કૃષ્ણ - સુદામાની મૈત્રી ...!! ગણાયો છે અપૂર્વ ભાવ કૃષ્ણ-સુદામાની એ મૈત્રીમાં, ભવોભવની પ્રીતની રસધાર વહેતી રહી એ સખામાં. જઈ વસ્યા સાથ એ ઋષિ સાંદિપની આશ્રમ દ્વાર હરદિન ભિક્ષા તણા અન્નથી હેતે જમતા એ થાર. એક સાથરે સાથ સૂવે કરે સુખ-દુ:ખની ઘણી વાત, વેદની વાતોથી હૈયુ મિલાવીને પૂરી કરતા રુડી રાત. એક દિન ગુરૂ ઋષિને મળવા ગયા હતા નિજ ગામ, ગુરુમાએ સોંપ્યું બળતણ તણાં લાકડાં લેવા કામ. ત્રણે જણા ભેગા મળી જંગલ વાટે વધવા હે શ્યામ, હાથે ઝાલી કુહાડી ને જરૂરી જે સાધન લીધાં તમામ. જંગલ વાટે ચાલ્યા સૌ, અહીં-તહી ઘૂમ્યા જે બહુ, હર વૃક્ષની ડાળ જોતા સૌ, સૂકા થડે થંભ્યા સહુ. બળતણ કેરું લાકડું જોઈ વધ્યા તેને કાપવા સહુ, ઘણુ કપાયું છે માની સૌ, બાંધી ભારીને રાજી બહુ. ગુરૂ પધાર્યા ગામથી સ્વગૃહે, શિષ્યો ન ભાળી સ્હેજે, ભાર્યા એની વાતમાં ઝૂરે, મોકલ્યા મેં બળતણ કાજે. ગુરૂ સહમે ભાર્યાની વાતે, ગુસ્સો કર્યો ભાર્યાને આજે, ગુરૂ ત્વરિત ભાગ્યા વન વાટે, શિષ્યોની ભાળ કાજે. દોરડે બાંધ્યા ભારા ત્રણ, નભે ચડ્યા એ બારે મેહ, શરીર થયું ત્યાં ઘણું શીતળ, ટાઢે ધ્રુજતા રહે દેહ. નદીએ છલકે નીરનાં પૂર, વાદળ વરસે મૂકીને સૂર, ગુરૂના સાદની ભાળ મળી, દિલે વહ્યું શાંતિનુ નૂર. ગુરુ પધાર્યા શિષ્યો પાસ, રૂદિયે ચાંપ્યા હેત ધરી, ભારી લઈ આશ્રમે વળ્યા, ગુરૂની સંગત ભાવ ભરી. શિક્ષણની પૂર્ણતા આરે, ગુરૂના રૂડા આશિષ ભાળે, સૌ જશે નિજના સ્થાને, મનથી ધારે મળીશું ક્યારે. ***************************** Mahendra R. Amin 'mrudu' Bushnell, Florida (USA) ***************************** 09/30/2023, Saturday at 20:55
મારી પ્રાણપ્રિયાને. હે મારી પ્રાણપ્રિયે, આકાશના આ ધૂંધલાપનમાં, વાદળોની વણઝાર વચ્ચે, વરસાદી ભોમકાની મીઠી સોડમે, ચાલને આપણે એક વ્યોમ વાદળી સમુ, ચાલને અનોખું ગઠબંધન રચી લઈએ. કોઈ દુ:શાસન બનીને સભા મધ્યે તારું વસ્ત્રાહરણ કરીને આ બંધનને તોડવા કોશિશ કરે એ પહેલાં, લાક્ષાગૃહના ભોયરે રચાયેલો ભ્રમ ચાલને સાથે મળીને ભગાવી દઈએ. તારા દિલેથી નિતરતા પ્રેમસાગરમાં, મારા દિલના તરંગોના પ્રવાહે સરકતી જતી, મારા હૈયાની હોડી સંગ સંસારની આ અનુપમ લીલાને માણવા, ચાલને આપણે કિનારો છોડી દઈએ. મારામાં તું અને તારામાં હું રહું, મીરાંને ઝેરના કટોરા જે પીવા પડે, તે પહેલાં તું આવે તો તારો કૃષ્ણ બનીને, હું 'મૃદુ' તને મારામાં સમાવી લઈને, ચાલને એકત્વ સાધી લઈએ. નોંધ : વર્ષ 1967- 68 ના મારા કોલેજકાળ દરમિયાન લખાયેલ કવિતાઓમાંની એક રચના જે એક સ્વપ્ન સૃષ્ટિ હતી. ***************************** Mahendra Amin 'Mrudu' Bushnell, Florida (USA) ***************************** 08/30/2023, Wednesday at 10:15
સંવત 2078ના નૂતન ઉષાકાળે આજની આ અભિનવ ઉષાએ, આરંભાતા આદિત્યના અરૂણોદયે, અંધારાં ઉલેચીએ સ્વ તણા ઉરનાં, ભાવભર્યા એ સ્નેહની અમીદ્રષ્ટિથી. પરસ્પર લાગણીના પ્રેમબંધન થકી, ઉરે ઐક્યની હેતભરી ભાવના ધરી, આત્મીયજન બની રહીએ સૌ તણા, તો બની રહેવાનું આ નૂતન વર્ષ ... આપ તથા આપના આપ્તજનોને, સુખમય અને આયુષ્યસભર ... આરોગ્યપ્રદ ને ઐશ્વર્યમય ... એજ અભ્યર્થના ને સંકલ્પ સહ. વરસોવરસ મળવાના અહીં કૉલ દઈને, સસ્નેહ સ્વીકારશો 'મૃદુ'ના વર્ષાભિનંદન. મહેન્દ્રકુમાર રમણભાઈ અમીન 'મૃદુ', સુરત (વીરસદ). તા.05/11/2021ને શુક્રવાર.
તારો સ્પર્શ ...!! આજે આ દિલમાં ઉમંગ છે, એક નવો તરંગ છે, તારા મીઠા સ્પર્શના મોરપીંછનો પ્યારો એ રંગ છે. ધનની ધરા ભૂલીને પામ્યો તારો રંગભર્યો સંગ છે, તારી જ ઉષ્માના હેતે વહેતો એ લીલો તરંગ છે. પ્રીત કેરી રીતનો આ તો એક અનોખો અંદાજ છે. તું મારામાં ને હું તારામાં છે તેનો આ અહેસાસ છે. 'મૃદુ'ની પ્રીતનું આ આલ્હાદક આસ્વાદી વહેણ છે, વહાલીના દિલે ઉદભવેલ 'ડેરી મિલ્ક'નો પમરાટ છે. ****************************************** મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ', સુરત (વીરસદ) માત્ર વૉટ્સ ઍપ સંદેશ માટે : 87804 20985. ******************************************
આત્મીય સંબંધ ...!! નિભાવી ફરજો આજીવન હક નથી મેળવી શક્યો, આપ્યો છે પ્રેમ દિલનાં ગણી તેમને હું નથી ભૂલ્યો. ઘસી નાખી છે આ જાતને તો પણ જશ નથી મળ્યો, 'મૃદુ' માને આ સ્વાર્થી જગતમાં કોઈ ફર્ક નથી પડ્યો. ****************************************** મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ) Mobile : 87804 20985 ******************************************
હું શું લખું બોલને ... ! તારા હોઠ પરનું સ્મિત લખું, તારા નયનોમાં ચમકતી પ્રીત લખું, તારી ઝૂલ્ફોમાં લહેરાતું સંગીત લખું, તારા હ્રદયમાં રમતા ગીતનું ગુંજન લખું. હું શું લખું બોલને ??? તારા ગાલ પર પડતા ખંજનને લખું, તારા શ્વાસમાંથી સરકતા સ્પર્શને લખું, તારા શમણામાં કેદ તારા ભાવવિશ્વને લખું, તારા હૈયામાં ધબકતા ધડકનના સંગીતને લખું. હું શું લખું બોલને ??? 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ' સુરત (વીરસદ/આણંદ) 💐💐💐💐💐💐💐💐💐 માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મારી એ નીલપરી હસતી રમતી ચાલ હરિણી સમ ચરણે એ ચાલે, ડેરીમિલ્ક ચોકલેટ મળે તો શમણામાં એ મ્હાલે. સાવ નિરાળી, સ્નેહ નયને સૌને દિલથી એ ભાળે, મને ભાળીને આનંદે ઝૂમે એ નીલપરી જે અટાણે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser