Gujarati Quote in Poem by Taran_Goswami

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛ઝખમ સીતા ના તાજા જ રહી ગયા,
સૌ રાવણ ને જલાવતા જ રહી ગયા.

આવતું જ હતું દરેક વળાંકે અંતિમ તો,
સ્મરણ કિસ્સા સફરના બાકી રહી ગયા.

ચાલવું'તું જિંદગીભર છેક અંતિમ લગી,
સગપણની સારાંશ માં અટવાઈને રહી ગયા.

તોડવી'તી પ્રણાલિકા જૂની જેને ગઇકાલે,
ભળ્યા ટોળામાં તો,ભાન ભૂલી ને રહી ગયા.

તાણી ને ઢસડી ગયુ પગને મારા પ્રચંડ પૂર,
ભીડી જાત, છત ને છત્રી ઉઘાડા રહી ગયા.❜

Gujarati Poem by Taran_Goswami : 111255881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now