મોબાઇલમાં છે મસ્ત , કેવું હસતી જીંદગી ,
વોટ્સઅપમાં છે વ્યસ્ત , કેવી વહેતી જીંદગી .
અરીસો પણ જોને હવે ક્યાં ગમે છે કોઇને ,
ફેસબુકમાં જ હવે તો , ફેસને જોતી જીંદગી .
સવારથી સાંજ લગી ને વળી આખો દિવસ ,
ઇન્ટરનેટમાં આમ જ , અટવાતી રહેતી જીંદગી .
સગાવહાલા , સમાજ , મિત્રૌ સૌ ગયા છે છૂટી ,
રહે છે હવે તો આમ , કેટલી અટૂલી જીંદગી .
પત્ની , બાળકો , કુટુંબ માટે સમય નથી 'જશ' ,
ખોટું દોડી દોડીને હવે , કેટલું હાંફતી જીંદગી .
જશુ પટેલ
૧૫-૦૯-૨૦૧૮