સિદ્ધિ તને મળી ગઈ,
ઈશ્વર મળ્યો કે નહિ ?
‘તું કોણ છે ?’
આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ ?
એકાદ મોતી તળથી,
તું લાવ્યો હશે કદી
પણ પ્રશ્ન એ જ છે કે,
સમંદર મળ્યો કે નહિ ?
જે કંઈ તને મળ્યું છે,
તે અંતિમ ન હોય તો
અંતિમ જે છે તે પામવા
અવસર મળ્યો કે નહિ ?
બાહર ભલે તું રોજ મળે
લાખ લોકને
એકાદવાર ખુદને, તું ભીતર મળ્યો કે નહિ ?