એક નવી ડગર. પર હું-તું જઇએ
ચાલ આજ ફરી પોતીકુ જીવી લઇએ
સપનાના કલ્પવૃક્ષને વાવી દઇએ
ઉમંગના પુષ્પોનું ઉપવન રસાવી લઇએ
લાગણીઓની વાદળીઓને વરસાવીને
સુખ સુખડની સુગંધ ફેલાવી દઇએ
ભાર ,પીડા, વ્યથાને ફંગોળી દઇએ
હળવા ફૂલ થઇને પંખી સાથે ઉડી લઇએ
સમીરના અડપલા મનભર માણી લઇએ
મારા-તારા,તારા-મારા ભેદને ભૂલી જઇએ
અદ્વૈત સમાધિનું એક સ્દાન બનાવી લઇએ...
શ્રધ્ધાની નાવ
તરી અફાટ સિંધું
આવે કિનારે
આંધી-તોફાને
બૂઝવાતો નથી આ
શ્રધ્ધાનો દીપ!
મા યાદસિંધુ
મબલખ મોતી નો
આપે ખજાનો!
યાદ તારી. આવશે ને
આંખ આંસું. સારશે
એ સમે, દેવલોકે. જઇ. વસેલી
મા,તું દ્રષ્ટિ નાખજે....યાદ
પથ મહીં ભૂલો પડુંને
યાતના. ઘેરી વળે
રક્ષવા....હામ. પૂરવા
મા, તુંહાથ માથે રાખજે...યાદ
અન્યનો. ટેકો થવાની
ટેક જો તૂટી પડે....ઢીલો પડું હું
એ સમે,દેવલોકે જઇ વસેલી
મા, તું દ્રષ્ટિ નાંખજે.....યાદ
ટકવાની....મકકમ થવાની
તાકાત મા તું આપજે.....યાદ