મર્યાદા
હું મારા મિત્રોના,પડોશીઓના, સ્વજનોના અને સંતાનોના દોષોને કેમ અવગણી નથી શકતી ? મારા જ નજીક ના લોકો ના દોષો અને અવગુણોને નજીક થી મારી જ રીતે મુલવવા લાગુ છું. અને સજા પણ હું જ પોતે નક્કી કરવા માંડુ છું. તેમના અવગુણોની યાદી હું ઝડપથી તૈયાર કરવા લાગુ છું. જેમને હું ખૂબ નિકટથી જાણું છું. ચાહું છું અને પસંદ પણ કરું છું તેમની ખામીઓ જ ખાસ કરીને મને અકળાવી મૂકે છે. મને એમ લાગે છે. મારા પ્રેમ નું પોત જાણે પાતળું ન થઈ ગયું હોય, ! જો હું ખરેખર બીજા ને પ્રેમ કરતી હોઉં તો મારે માત્ર તેમની ભૂલો કે ખામીઓને ધ્યાન મા ન લેવી જોઈએ. કોઈકના અવગુણને એટલી હદ સુધી ખોતર્યા કરું, કે તે જખ્મ બની જાય ? આવી ભૂલ હું ક્યારેય ન કરું !
તૈયારી સામેના આક્ષેપોને તદ્દન જુઠા માનતા હો તમારે એટલા બધા બેચેન ન બની જવુ જોઈએ. કદાચ તમને એ આક્ષેપોમા જો કોઈ પણ તથ્ય લાગતું હોય તો તમારા માટે સૌથી સારો રસ્તો છે એકાંત સમયે તેનું ચિંતન કરવાથી જરૂર એ સ્વીકાર્ય બનશે.
આપણા નજીકના જો આપણી ક્યારેક નિંદા કરતા જણાય તો આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ કારણ એ જ હોય છે કે આપણી ખામીઓ અને મર્યાદાને આપણે સમજણ સાથે સ્વીકારી જ નથી શકતા. આપણને મોટા ભાગે તેની જાણ હોય છે પણ બીજા એ ન જાણી જાય એવા હેતુથી આપણે ઢાંકવા મથીયે છીએ...
- બીના પટેલ