ગઝલ આકાશ પટેલ મોરબી
ચાલે છે શ્વાસ હજુ ચિંતા જેવું નથી
કોઈક તો છે ખાસ હજુ ચિંતા જેવું નથી
મંઝિલ ની તો અહીં પરવા નથી જરા પણ
જો સાથે હોય પ્રવાસ હજુ ચિંતા જેવું નથી
હોય દુશ્મનો ભલે ગમે તેટલા સશકત
મિત્રો છે ઘણા ખાસ હજુ ચિંતા જેવું નથી
છો ને મળી નિરાશા માર્ગ માં થોડી અમોને
થયા નથી હતાશ હજુ ચિંતા જેવું નથી
કોયલ ના ટહુકા નો તું અલંકાર ના શોધ
ન પૂછ તું સમાસ હજુ ચિંતા જેવું નથી
છન્દ ની તો ખાસ કસી ખબર
નથી" આકાશ"
બેસી જાય છે પ્રાસ હજુ ચિંતા જેવું નથી
આકાશ પટેલ