Gujarati Quote in Poem by Naresh Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

ઊંચાનીચા પલ્સરેટને, ઈ.સિ.જી સંતાડે છે
સ્ક્રીન જ્યારે એમને 'ઓનલાઇન' બતાડે છે.
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

પ્લેટલેટ પણ છે એમની 'લાઈક્સ' ને ભરોશે
ઓછી મળે તો, 'કાઉન્ટ ' વધારે ગણાવે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

હિમોગ્લોબીનમાં ય ક્યાં હામ હતી સાહેબ,
ઓફ્લાઈન થઈને એજ બધા સેલ ઘટાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

એક્સ રે મા પણ વળી કઈક એવું જ લાગે છે
ઘા દિલ નો છે ને ,તોય એ હાડકા માં બતાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

કોલેસ્ટ્રોલ ને કોઈ કશું ય કહેશો નહિ,ભાઈ
નળીઓ માં રુધિર એ જ તો વહેવડાવે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

એન્જીઓગ્રાફી નું તો કઈ ઉપજશે નહિ
સ્વાદ નવા દિલને, રોજ એજ તો ચખાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

સોનોગ્રાફી આમ તો ઘણી સુંદર થઈ છે તોય
સિમ્પ્ટમ આ નવા કંઇક અચરજ પમાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

મીઠાશ આ એમના હોઠો ની ઉછીની લીધી
ડાયાબિટીસ ચારસો ને પાર પહોંચાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

કોમેંટ્સ હવે એમની કોઈ કામ નહિ આવે,
મેટાબોલિઝ્મ આ અમારું એ જ તો બગાડે છે
બાકી રિપોર્ટસ તો બધું નોર્મલ જ દેખાડે છે

નરેશ ગજ્જર

Gujarati Poem by Naresh Gajjar : 111253425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now