લોક ચડાવે ઝાડ ચણાના, ચડવું ફાવે ? ના ફાવે,
અંગત લોભી આવા જણને નમવું ફાવે ? ના ફાવે.
ભાર વગરના ભણતરની વાતો કરતી શાળા સમજાય,
મેદાન વગરની શાળામાં રમવું ફાવે ? ના ફાવે.
ખૂબ ભણેલી બેરોજગારી જોઈ વિચારો ઊઠ્યાં,
ગણવું ફાવવું જોઈએ બસ ભણવું ફાવે ના ફાવે.
છપ્પન ભોગ જમણમાં પીરસનારી મા મોસાળે હો,
દાંત વગર કંચન થાળીમાં જમવું ફાવે ? ના ફાવે.
કામ દવા આવી ના કામ દુવા આવી જીવલા, અંતે-
સૌ છોડી ગયા એમ જવું પડશે, મરવું ફાવે ના ફાવે.
-અશોક વાવડીયા
છંદ= મુતદારિક સારંગી બહર નો ૩૦ માત્રા
ગુજરાતી શબ્દો
ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગા
અરબી શબ્દો
ફઅલુન ફઅલુન ફઅલુન ફઅલુન ફઅલુન ફઅલુન ફઅલુન ફઅ