નથી આસાન એટલી દોસ્તી અમારી,
મિત્રો બહુ ચુનંદા રાખું છું,
શત્રુઓનો પણ આદર કરું છું બહુધા,
ને એટલે દુશ્મનો પણ બહુ ખાસ રાખું છું,
બહુ ફાવતું નથી માંગવાનુ જો કે,
જરૂરિયાતો એટલે સાવ ઓછી રાખું છું,
નથી રાખતો સાડાબારી આમ તો કોઈની,
આવે તો આવકારું, જાય તો જયકાર કરું છું...