કેટકેટલા ભાર લઈને ફરવાનું
માથા પર..
જરાક આ સંબંધમાં
હળવું કોઈ એક નાનકડું
વેકેશન આપ..
ભીતર અફળાતા
ખાલી સગપણને હકીકતથી
વાકેફ કર.. એકલતાના
ખાબોચીયે વિખૂટાં પડેલાં
એ સમજણનાં વાદળો
સાથે મુલાકાત કરી આપ..
રાતભર ઊંઘ નથી આવતી
આવી કોરી આંખોમાં
થોડા સપના ભરી આપ. .
હે ઈશ્વર..
બસ હવે આ ભાર
સહન નથી થતો..
આરતીસોની©રુહાના.!
5/7/18