❛કોને કહેવાય ગુજરાતી ?
સફળતાનો પીનકોડ ગુજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગુજરાતી.
કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી,
એકડાનો કરે બગડો ગુજરાતી.
નમ્રતાનું બોનસાઇ ગુજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી.
લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી,
વખત પડે ત્યાં ખડો ગુજરાતી.
દુશ્મનને પડે ભારે ગુજરાતી,
ડૂબતાને બેશક તારે ગુજરાતી.
એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી.
દેશમાં ABC ની હવા ગુજરાતી,
પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી.
પાછાં પગલાં ના પાડે ગુજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી.
ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી,
પાનની સાયબા પિચકારી ગુજરાતી.
એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી,
હર કદમ પર વેલકમ ગુજરાતી.
મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી,
છેલ્લે અપનું વાળું ગુજરાતી.
ગાંધી, મુનશી સરદાર ગુજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગુજરાતી.❜