જિંદગી આ આગળ વધતી ગઈ અને સંબંધો ક્યાંક છૂટી ગયા ,
આજકાલ ની ભાગદોડ ભરી જિંદગી માં પોતાના ક્યાંક ખોવાય ગયા ....
મોબાઈલ ના આ યુગ માં વાતો ની રમઝટ ક્યાંક વિસરાય ગઈ ,
પોતાના તે પારકા ને પારકાં ક્યાંક પોતાના થઇ ગયા.....
સમાચાર પલ ભર માં ખુદ સુધી પહોંચતા થયા ,
અને ખુદ ના સાગાઓ ના દુઃખ જાણ બહાર થતા ગયા .....
ખાલી બતાવવા માટે ના એ બૂકે માં ,
બગીચા ના એ કોમળ ગુલાબ જાણે ક્યાંક ખોવાય ગયા ......
સ્ટોરી અને સ્ટેટ્સ ના એ મહાદેવ ના ભક્તો માં ,
મંદિરો ની આરતી ની ભક્તિ ફરી ક્યાંક ગાયબ થઇ ગઈ....
વૉટસ્ એપ ગ્રુપ ના એ મીમસ માં ,
ગામ ની ભાગોળ ની એ ચર્ચા ઓ ક્યાંક ખોવાય ગઈ.....
Pubg ની એ ફટાફટ ની રમત માં,
શેરીની એ બાળકો ની કિલકિલાહટ ક્યાંક છીનવાઈ ગઈ.....
હૅશ ટેગ ના આ જમાના માં ,
ખરી યાદો નો જમાનો ફરી ક્યાંક વિસરાય ગયો .....
વરસાદ નું સ્ટેટ્સ મુકવા ના ચક્કર માં ,
ખબર નહિ એ માટી ની સુગંધ તો જાણે ગાયબ જ થઇ ગઈ .....
જિંદગી આ આગળ વધતી ગઈ અને સંબંધો ક્યાંક છૂટી ગયા ,
આજકાલ ની ભાગદોડ ભરી જિંદગી માં પોતાના ક્યાંક ખોવાય ગયા ....
--પર્લ મહેતા