મઝધારે તો કોઈને કિનારે મજા પડે
જેવું હો જેનું સ્તર એ પ્રમાણે મજા પડે
જ્યારે મળે તું આમ તો જાણે મજા પડે
વચ્ચે ન આવે ‘હું’ તો વધારે મજા પડે
મન તો સતત વિચારે કે ક્યારે મજા પડે
કૈં એવું થોડું રોજ મજાને મજા પડે
ખીલે છે ફૂલ જ્યારે હવાને મજા પડે
વહેંચે એ ખુશબૂ ત્યારે બધાને મજા પડે
સાચી મજા વિશે ઘણી મોડી ખબર પડી
કારણ ન હો કોઈ ને છતાંયે મજા પડે....
_k@lpesh