જિંદગી પણ આજે કેવો હિસાબ માંગે છે....
વહી ગયેલી દરેક ક્ષણનો હવે એ હિસાબ માંગે છે...
પૂરી થવા આવેલી જિંદગી મારી પાસે હવે...
આ કેવો હિસાબ માંગે છે...
વિતાવી જિંદગી કેવી એનો હવે એ હિસાબ માંગે છે...
પોતાની હતી આ જિંદગી છતાં..
કેટલી તે માણી એનો જ આ હિસાબ માંગે છે...
કેટલી તે મારી અને કેટલી તે ખર્ચી...
એનો જ આ હિસાબ માંગે છે....
પૂરી થવાની અણીએ ઊભેલી મારી આ જિંદગી મારી પાસે જ હવે આ હિસાબ માંગે છે...
મૃત્યુની સમીપ જઈ રહેલી મારી આ જિંદગી...
મારી પાસે છેલ્લી ક્ષણોનો પણ આ હિસાબ માંગે છે...
મારી આ જિંદગી મારી પાસે આજે હિસાબ માંગે છે.... આજે આ હિસાબ માંગે છે....
----હેતલ જોષી... રાજકોટ