શાને માટે શોક કરે છે
જીવનને તુ ફોક કરે છે
ના તુ અંદર છે ન બહાર તુ
અધવચતાને લોક કરે છે.
આ તુ લે છે શ્વાસ બરાબર ?
કે ડ્રીલ કોઇ મોક કરે છે ?
ખીલી બરાબર ખુંચી ગઇ છે
ખોટી ઠોકા-ઠોક કરે છે
ખુદનુ ઘર છે ને ખુલ્લુ છે
દ્વાર નકામુ નોક કરે છે
હર ઘટના પર હસતા રહેવુ
કુદરત હર પળ જોક કરે છે
દોડો જલ્દી ભાગો જલ્દી
શબ્દો ભોંકા-ભોંક કરે છે
સપનાઓ ડાયેટીંગ પર છે
પાંપણ પાછળ વોક કરે છે
ઇચ્છાઓ પણ મિટીંગ ભરી
ડિસ્કસ કરે છે ટોક કરે છે
અહમ ન કર તુ અફસોસ ન કર
આ સઘળુ તો કોક કરે છે
સુધીર દત્તા