ચાંદ તારાની રાતમાં ખોવાયો છું.
આભની અમીરાતમાં ખોવાયો છું.
મોટાંઓને સાંભળીને થાકી ગયો,
નાનાંઓની એ વાતમાં ખોવાયો છું.
જાતને મળવાને મથું છું નિરંતર,
હસ્તિઓની મુલાકાતમાં ખોવાયો છું.
સાવ એકલો અટૂલો અનુભવું છું,
હું મારી ખુદની ઔકાતમાં ખોવાયો છું.
જોઉં છું સ્વપ્નો રાત્રિના અંધકારે,
માનવીઓ તણી ભાતમાં ખોવાયો છું .
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.