હું
ના ચોર
હા ચોર
હોત તો?
ઇશુના
દિલના
વહેતા
રકતમાંથી
દયા ચોરી લેત
ગાંધીના
વિચારમાં
એકરૂપ થયેલ
સત્ય ,અહિંસા ચોરી લેત
કાશ!
બુધ્ધના નયનમાંથી
કરૂણા ચોરી લેત
કબીરના
વલણની
શુધ્ધતા ચોરી લેત
મીંરાના
રકતમાંથી
ભકિત ચોરી લેત
નરસિંહના રકતમાંથી
આસ્થા ચોરી લેત
જો હું ચોર હોત તો !
મને પાછા આપો(3)
તલસે છે,તડપે. છે. ,ટળવળે છે
હિઝરાય છે, ઝૂરે છે મારૂ મન
આ વાયદાના રસ્તાને હડસેલી દો
મન સ્મરણની માટી પાછી પાથરી દો
સળગાવી દો....આ. રાક્ષસી એકલતાને
ઝૂમતી. રણઝણતી યાદોને.....ધીમે. ધીમે
આંખ આંગણથી. નિસરવા દો
મને બંદી બનાવતી
ખોટી ચણેલી ઇજજતની તોતિંગ
ઇમારતો તોડી પાડો
મને મોકળાશમાં ખૂલવાને. ખીલવા દો
મારા વિશ્વાસના ખોરડાને ઊભું કરી દો
ઠેલી દો. હડસેલી. દો
પરંપરાના મેલા સાગરને જોજન દૂર
મને તો.મારી એષણાની
નદીના કલકલતા. સૂરને સૂણવા દો
એને તટે મારી પ્રીતના વૃક્ષો
મિલન ગીત ગાતા'તા
એ મને પાછા આપો
મને બીજું કશુંય ના જોતુ!