સતત એ યાદ આવતી રહે છે, કાન માં સતત તેનો અવાજ પડઘાતો રહે છે, એના વિના નો ખાલીપો મને ગૂંગળાવતો રહે છે,
એનું અસ્તિત્વ સતત મોટું થતું જાય છે મારા માં ...
નજર સામે એ જળહળતી રહે છે અને પછી એકદમ જ ગૂમ થઈ જાય છે.
બાકી રહે છે ફક્ત ગેરહાજરી, એક અજીબ ઉદાસી અને શૂન્યાવકાશ.......