ફેંગશૂઈના આ ઉપાય છે કામના, ઘરમાં રાખવી જોઈએ આ 10 વસ્તુઓ
ઘરમાં ફેંગશૂઈની શુભ વસ્તુઓ રાખવાનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. ફેંગશૂઈ બે શબ્દ સાથે મળી અને બને છે. ફેંગ એટલે વાયુ અને શૂઈ એટલે જળ. ફેંગશૂઈ શાસ્ત્ર જળ અને વાયુ આધારિત છે. ફેંગશૂઈના ઉપાયો કરવાથી ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે અને જીવવી સમસ્યાઓનો અંત આવે છે. ઘર પર સુખ સમૃદ્ધિ જળવાયેલી રહે તે માટે ફેંગશૂઈની કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ. આ વસ્તુઓ શુભ ફળ આપનાર સાબિત થાય છે.
1. ચીની વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાની તસવીર પ્રગતિ અને સુખ સમૃદ્ધિનું રૂપ ગણાય છે. તેવામાં જો નોકરી અને વ્યાપારમાં પ્રગતિ મેળવવી હોય તો ઘોડાની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ.
2. ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય કે માનસિક સમસ્યા કે આર્થિક સમસ્યા હોય તો ફેંગશૂઈ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવાયા છે. આ ઉપાય અનુસાર ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવો જોઈએ. તેનાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને સમસ્યાઓ દૂર ભાગશે.
3. ફેંગશૂઈમાં ધાતુના કાચબાનું પણ મહત્વ દર્શાવ્યું છે. ઘર પર કાચબો રાખવાથી તમામ બીમારીઓ દૂર થાય છે અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે. ધનમાં વૃદ્ધિ થાય છે. આ કાચબાને પાણી ભરેલા પાત્રમાં રાખી અને ઉત્તર દિશામાં રાખવો જોઈએ.
4. ઘરમાં લટકતી અને હવાથી અવાજ કરતી ઘંટડીનું પણ મહત્વ છે. ઘર પર ખુશનુમા વાતાવરણ વધે તે માટે ઘરમાં મુખ્ય દરવાજા કે બારી પાસે ઘંટી ટાંગવી જોઈએ. તેનાથી જ અવાજ ઉત્પન્ન થાય છે તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે.
5. ફેંગશૂઈમાં ઘર પર વાંસના છોડ રાખવાથી લાભ મળે છે તેવો પણ ઉલ્લેખ છે. વાંસના છોડ સુખ સમૃદ્ધિ વધારે છે. તેનાથી પરિવારના સભ્યોને પૂર્ણ આયુ તેમજ સારું સ્વાસ્થ્ય મળે છે. વાંસનો છોડ ત્યાં રાખવો જોઈએ જ્યારે પરીવારના સભ્યો સાથે મળી બેસતા હોય.
6. ઘરમાં ચીની ડ્રેગનની મૂર્તિ પણ રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી.
7. ઘરના મુખ્ય દરવાજા પાસે ત્રણ સિક્કાને લાલ રંગના દોરામાં બાંધી લટકાવવાથી સૌભાગ્ય અને સંપત્તિ વધે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે સિક્કા દરવાજાની અંદરની તરફ લટકાવવા.
8. પતિ પત્નીના સંબંધમાં મધુરતા વધે તે માટે બેડરૂમમાં પ્રેમના પ્રતિક લવબર્ડ રાખવા.
9. ફેંગશૂઈમાં ત્રણ માછલીઓને પણ શુભ ગણાવી છે. આ પ્રતિકને ઘરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.
10. ઘર પર પૈસાની આવક જળવાઈ રહે અને આર્થિક સંપન્નતા વધે તે માટે પિરામિડ રાખવું પણ શુભ હોય છે. આ પિરામિડને પૂર્વ દિશામાં રાખવું.