માંગુ
શા માટે આં અવસ્થામાં, આટલો બધો ઓહાપો
શાંતિ થી વિતાવવો હતો મને મારો બુઢાપો
શું તું લેય છે પરિક્ષા, મારી શ્રદ્ધા અને સબૂરી ની ?
કે ફાયદો ઉઠાવી રહ્યું છે કોઈ, મારી મજબૂરી ની ?
અસમંજસ અને ગૂંચવાડો છે હૃદય માં ભારી;
દિલો દિમાગ પર ચાલે છે ધારદાર આરી
સદા રક્ષા કરજે તું ઓ પ્યારા ખુદા, અમારી.
આસ્થા સાથે, આવી છું શરણે તમારી .
ચાહ્યા ન બાગ બગીચા, મેહેલો ના ઐશો આરામ;
નથી કરી તારી પાસેથી કોઈ માંગો બેફામ.
બસ સુખ શાંતિ રાખજે બરકરાર
માંગુ હું તન, મન, હૃદય નો પ્યાર અને કરાર
મનની શાંતિ છે મને અતિ વાહલિ; અને હૃદય નો પ્યાર.
રાખજે આં મારી નેક મુરાદ, આં આરઝુ સ્વીકાર.
Aedoon baad.
Armin Dutia Motashaw