❛લાખ કોશિશ કરે તુ બોલવાની છતાય ના બોલાય,
અને એકાંત હર કથન મારું નામ રટે "એમ પણ બને".
ગલીએ ગલીએ તારી એક ઝલક નિહાળવા ભટકિયે પણ જો તુ સામે આવે,
તો નજર ઝુકાવી પણ લઈએ "એમ પણ બને".
તારી સાથે મન મૂકી વાતો કરવા તરસિયે,
અને સંજોગ આવે ત્યારે મન સેવી પણ લઈએ "એમ પણ બને".
કેટલા પ્રયત્ન કરીએ છતાંય તને ભૂલી ના શકીએ, જેમ જેમ કોશિશ કરીએ તેમ તેમ તારી યાદ વધુ સતાવે "એમ પણ બને".
દિલ ની વ્યથા જણાવા તને આ સાહી કલમ પકડીએ, વાંચવા છતાં તુ મારી લાગણી સમજી ના શકે "એમ પણ બને".❜