Gujarati Quote in Funny by Amita Patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો૫#સીઝન૩

છે કોઈ ખરીદાર ?
***************

દુઃખો નું રાજ બહુ થઈ ગયું. લાવ હવે એને સસ્તા ભાવે વેચી જ મારું. ઘરે સેલ રાખું કે ઘેર ઘેર જઈ ને વેચું ? ચાલ , આપ મૂઆ વગર ક્યાં સ્વર્ગે જવાય .. હું જ વેચવા નીકળું.

એક ઘરે જઈ ને બારણું ખખડાવ્યું. એક બેને ખોલ્યું. મેં પૂછ્યું , તમારે દુઃખો વેચાતા લેવા છે ?અે મને જરા આશ્ચર્ય થી જોઈ રહ્યા.હેં ? મેં કહ્યું હા, દુઃખો જોઈયે તમને ? તો કહે , શું ફાયદો અે લેવા થી ?

મેં કહ્યું જુવો, તમને વ્યવસ્થિત સમજાવું. એક તો મારા દુઃખો લેશો એટલે તમને પળ પળ મરવાનો એહસાસ થશે એટલે પછી મૃત્યુ ની તો કોઈ બીક જ નહીં રહે. બીજું કે આજે હું તમને ૨ લાખ ના કિફાયતી ભાવે વેચું છું. ફરી આ મોકો નહીં મળે. ભવિષ્ય માં મારું કદાચ ખૂબ નામ થાય તો ખૂબ ઊંચા દામ જશે, રોયલ્ટી આપવી પડે ને તો ય આવા સુખદ દુઃખો નહિ મળે. અને ત્રીજું કે એટલે દુઃખી થઈ જશો કે ધીરે ધીરે તમે દુઃખો લખી લખી ને સારા લેખક બની જશો અને mb પર લોકો તમને બિરદાવશે.

બહેને ધડામ દઈને ને બારણું વાસી દીધું છે. મારા દુઃખો સાથે ફરી એક વાર હું પાછી ફરી..કંઈ વાંધો નહીં.. કાલે આપણે olx પર વેચી દઈશું..

Gujarati Funny by Amita Patel : 111247414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now