Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇને પણ આજ ગમે ત્યાં આવન જાવન કરવી હોય તો કાંતો પોતાના સાધનથી કરેછે અથવા તો સરકારી કે ખાનગી વ્હીકલથી અવર જવર કરેછે
જયારે પણ ને ગમે ત્યારે તમે કોઇ પણ જગયાએ ઉભા રહો તો ખાલી બે જ મિનીટમાં તમને બેસવા માટેનુ વ્હીકલ મળી જશે..
પહેલા જમાનામાં તો એક એક કલાક રોડ કે સ્ટેનડ ઉપર ઉભા રહો તો પણ સામેથી કોઇ સાધન આવતુ ના જણાય..કયારેક કંટાળીને પરત ઘેર જવાનો વારો આવતો હતો..તમે પણ ઘણા લોકો એ પરિસ્થિતીમાંથી પસાર થયા હશો જેઓ કદાચ મોટી ઉમરના હશે..એક મોટી ઉમરના કાકા સરકારી કંપની જી એસ એફ સીમાંથી પોતાની રિકશા લઇને સાંજે પોતાના ઘર બાજુ જતા હશે તો રસ્તામાં બે પેસેન્જર ઉભા હતા તેમને પેલા કાકાએ પુછયુ કે ભાઇસાહબ તમારે કયાં જાવુછે! પેલા પેસેન્જરે જવાબ આપ્યો કે અમારે ફલાણી જગ્યાએ જવુછે..તો શુ ભાડુ થશે! કાકા જરાક મનમાં હસ્યા ને બોલ્યા ભાઇ તમતમારે બેસી જાવને હુ તમારા સરનામા બાજુએ જ જઇ રહયો છું પેલા પેસેન્જરને એમ કે કાકા થોડુ વધારે ભાડુ લેવાના હશે! જે ચાલતુ હશે તે જ લેશે ને..પેસેન્જરોને જરા ઉતાવળ હતી માટે કંઇપણ રકજડ કર્યા વગર અંદરની સીટમાં ગોઠવાઇ ગયા..આમ તેમ સીધા વાંકા વળાંકો પછી આશરે પંદર મીનીટ પછી પેલા પેસેન્જરોનુ મુકામ આવ્યું ત્યારબાદ બંને નીચે ઉતર્યા ને બોલ્યા કે બોલો કાકા કેટલુ ભાડુ અમારે તમને આપવાનું છે! કાકા ફરી પાછા મનમાં હસ્યા ને બોલ્યા જાવ જાવ તમારો મુકામ આવી ગયો ને હુ પણ મારા ઘેર જલ્દી પહોચું પેલા બંન્ને ડગાઇ ગયા આમ કેમ કાકા બોલેછે! કેમ રિક્ષા ભાડુ બોલતા નથી! ને ઉપરથી હસેછે!
પછી કાકા બોલ્યા ભાઇ હુ રિક્ષા ફેરવવાનો ધંધો કરતો નથી..મારા પગ અપંગ છે માટે નોકરીએ જવા આવવા આ રિક્ષા ખરીદીછે..ઉપરવાળાએ મને ઘણુબધુ આપ્યુછે મારે પેસેન્જરના પૈસા નથી જોઇતા પણ જો તમને ઇચ્છા થાય તો મારા એ પૈસા કોઇ ગરીબ માણસને આપી દેજો તો એક ટંક કદાચ એને ખાવા મળી જશે..બસ તુરંત કાકાએ તેમની રિક્ષા ચાલુ કરીને ભગાડી મુકી..પેસેન્જરો જરા વિચાર કરવા લાગ્યા..આ કાકાને સેવા કરવાનો કેવો ઉતમ આવો વિચાર કહેવાય! આવા સેવાભાવી માણસો હજી પણ દુનીયામાં જીવેછે ખરા...
આ રિક્ષાવાળા કાકા બીજુ કોઇ જ નહી પરંતુ સરકારી કંપની જી એસ એફ સી માં ઉચ્ચ હોદા ઉપર નંબર વન ઓફિસરછે જે પોતે પગે અપંગછે ને કંપનીમાં આવે કે જાય ત્યારે રસ્તા ઉપર અટવાયેલા લોકોને મફત બેસાડેછે...કેવું મહાન કાર્ય ને કેવો મહાન તેમનો વિચાર કહેવાય...બસ જીવો કાકા જીવો તમારા જેવા લોકોની આ દુનીયામાં બહુજ જરુર છે..જીવતા જીવની સેવા કરવી એ જ ભગવાનની સેવા કરવા બરાબરછે.
ભગવાન કહેછે કે મારા જીવતા જીવોની સેવા કરો તેમની સેવા એજ મારી સેવા બરાબરછે ને મારુ ધ્યાન તો હું પોતે પણ રાખી શકુછું પણ પહેલા મારા બનાવેલા જીવોની સેવા કરો...

Gujarati Quotes by Harshad Patel Pij : 111246830
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now