લગ્નને હજી એક મહિનો પણ નથી થયો અને માર્ગી બેગ ભરી ઘરે આવી ગઈ. ગામમાં જ પ્રેમ લગ્ન કરી ગયેલ માર્ગી આમ અચાનક આવી તો ફાળ પડયો. મનોજ ભાઈ અને દેવી બેન બંને કંઈ પૂછે તે પહેલાં જ બેગ મૂકી પર્સ લઈ ચાલી ગઈ. મનોજ ભાઈ એ સીધો ફોન જોડ્યો જમાઈ કેવલ ને , પહેલી જ વખત ફોન કર્યો હતો. કેવલે મનોજભાઈ ને ફોનમાં શું કહ્યું તે ખ્યાલ ના આવ્યો પણ તે પછડાઈ ને પલંગ પર પડ્યા . કેવલ અને માર્ગી બંને ના કુટુંબ, ઘર વચ્ચે જમીન આસમાન નો ફરક હતો. જ્ઞાતિ તો અલગ હતી જ પણ સામાજિક કે નાણાકીય રીતે પણ કેવલ ના ઘરમાં કંઈ જ ન હતું. જ્યારે માર્ગી એ કહ્યું ત્યારે તો કેટલાંય દિવસો ઘરમાં શાંતિ છવાઈ ગયેલ કોઈ કોઈ સાથે બોલે નહીં. એક દિવસ મનોજ ભાઈ એ માર્ગી ને બાજુમાં બેસાડી સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો કે બેટા આપણી રહેણી કહેણી તેમની મા હાથી ઘોડા નો ફરક છે. તેનાં ઘરે ચૂલામાં જ રસોઈ થાય છે. ઘરનું ઘર પણ નથી , એક રૂમ રસોડામાં પાંચ જણનું કુટુંબ રહે છે. તે પણ વસાહત માં અહી તો તારો જ અલગ રૂમ છે. ગેસ હોવા છતાં રસોઈ ક્યારેય તે કરી નથી. કપડાં ક્યા સાબુ થી ધોવાઈ કે વાસણ કેમ ઘસાઈ તે આવડતું નથી. તું કેમ રહીશ. ત્યારે તો પ્રેમ નું ભૂત સવાર હતું ઍટલે માર્ગી ના મગજમાં કોઈ વાત જતી જ ન હતી. (#MMO ) અંતે લગ્ન તો કરી દીધાં હતાં. લગ્નને દિવસે વિધિ શરૂ થાય તે પહેલાં મનોજ ભાઈ અને દેવી બેને આવી ને પૂછ્યું હતું કે ખરેખર હજી વિચારી લે અમને આ ખર્ચો તકલીફ નહીં આપે પણ તારા લગ્નજીવનમાં ભંગાણ અમને તોડી નાખશે. થયું પણ એવું જ ફોનમાં કેવલે કહી દીધું હતું કે રાખો તમારી રાજકુમારી ને હું એનો નિર્વાહ નહીં કરી શકું. બસ જનમ જનમ ના વાયદાઓ એક જ મહિનામાં નસ્તોનાબુદ કરી દીધાં. બે વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે કે આકર્ષણ તે સમજવું અઘરું છે પણ ન સમજાઈ ત્યાં સુધી લગ્ન જેવો મહત્વનો નિર્ણય ન લેવો જોઈએ.