મારો એક નવો અનુભવ
મહાશિવરાત્રી નો દિવસ હતો અને હું મારા નવા ઘર ની નજીક આવેલા શિવમંદિરમાં દર્શન કરવા માટે અને શિવજી ને જલ ચડાવા માટે ગઈ હતી ત્યા મેં જોયું કે એક પાણી નો પાઈપ શિવલિંગ ઉપર થી બહાર દરવાજા ની બાજુમાં એક બારી પાસે આવતો હતો.મે મારી ફ્રેન્ડ ને પુછ્યુ કે યાર આ શું છે? તો એને એ પાઈપ માં પાણી રેડતા મને કહ્યું કે આ પાઈપ સ્ત્રીઓ માટે છે જેમને અહીં થી જ શિવલિંગ ને પાણી ચડાવવાનું અને પુરુષો અંદર જઈને શિવલિંગ પાસે બેસીને પાણી ચડાવી શકે છે પણ એ જ પુરુષ ને જન્મ આપવા વાળી શિવલિંગ ને પાણી ચડાવે તો દેવોના દેવ મહાદેવ અપવિત્ર થઈ જાય એવું માનવા વાળા ઠોગી અને પાખંડી પુજારીઓ અને લોકો ને પુછવાની જરૂર છે કે તમને વળી મહાદેવ ક્યારે આવીને કહ્યું કે સ્ત્રીઓ ના માત્ર અડવા થી તે અપવિત્ર થઈ જશે!!! આવો વિચાર મારાં મનમાં આવ્યો અને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો કે જ્યાં મારૂં માન નથી એવા મંદિર માં મને જવા ની જરૂર નથી અને પાણી ભરેલો કળશ ત્યાં જ મુકી ને, શિવલિંગ ને બે હાથ જોડીને કહ્યું કે ભગવાન આવા ગધેડા જેવા લોકો ને અક્કલ આપો કે જેને તેને જન્મ આપી મોટા કયૉ એજ જાતિ નું દરોજ અપમાન કરે છે.આમ, કહીને હું ત્યાં થી આવતી રહી પછી ક્યારેય પાછી એ મંદિર માં નથી ગઈ પણ એ પાઈપ આજે પણ મને નળે છે.
ખબર નહીં ક્યારે પૃથ્વી ની બધી જ સ્ત્રીઓ ને પુરુષ સમાન ગણવામાં આવશે????