ગુર્જર ભૂમિ ના લોક લાડીલા , રાષ્ટ્રીય શાયર
શ્રી ઝવેરચંદ મેઘાણી નો આજે જન્મદિવસ છે . તેઓ શ્રી નો જન્મ ચોટીલા ખાતે થયો હતો . સૌરાષ્ટ્ર ની ભૂમિ ને ખુંદી ને તેમણે અનેક લોકકથાઓ નું સંપુટ બનાવી તેને સૌરાષ્ટ્ર ની રસધાર ના નામે પ્રસિદ્ધ કરી ગુજરાતી લોકસાહિત્ય ને જીવતું રાખ્યું છે .આ ઉપરાંત માણસાઈ ના દિવા , સોરઠી સંતો , સોરઠ તારા વહેતા પાણી જેવી અનેક અમર કૃતિઓ આપી ને ગુજરાતી લોકસાહિત્ય ની અમૂલ્ય સેવા કરી છે . તેમના આ પુસ્તકો નવી પેઢી તો શું પણ જૂની પેઢી ના પણ લોકો વાંચે તો સમજી શકાય કે ગુજરાતી પ્રજા કેવા ખમીરવંતા પૂર્વજો ની સંતાન છે .તેમના કાવ્યો મડદાં માં પણ પ્રાણ પુરી દે તેવા ખમીરવંતા છે . રક્ત ટપકતી સો સો ઝોળી જેવી અમર કૃતિઓ ના સર્જનકર્તા એવા શ્રી ઝવેરચંદ મેઘાણી ને લાખ લાખ વંદન