સવારની પર સવાર થઈને આવ્યો
મોંઘેરો કો મહેમાન બનીને આવ્યો
મલપતી ચાલે ધીંગી ધરાનો ધણી
આંગણ ઔચ્છવ લઈને આવ્યો
નેણલે નેજવુ તાણી નીરખ્યો જેને
આંખે એ અમીયલ બનીને આવ્યો
જુએ ઉંબરે ઊભી ઉષા આંખો તાણી
મેહુલિયો આજ મન મૂકીને આવ્યો
આજ હૈયે હરખની હેલી ન માય
આ શ્રાવણિયો ભીનો થઈને આવ્યો