સ્વર્ગ નું સરનામું : સાંજે ગ્લાસ માં ઓરેન્જ જ્યુસ પીતાં પીતાં તમને એક ચમચી ચખાડે પછી રાત્રે તમને એમ કહે કે આજે ઠંડુ બહુ થઈ ગયું ,તમે હવે બીજું કાંઈ લેતા નહીં તેને સમાજ તમારી પત્ની કહે છે.
તમારે ગાડી કઈ રીતે ચલાવવી,સ્પીડ કેટલી રાખવી,પાર્કીંગ કઈ રીતે કરવું તેની સલાહ આપનાર ડ્રાઈવીંગ લાયસન્સ વગર ની વ્યકિત ને સમાજ તમારી પત્ની કહે છે.
ખાવા-પીવા નો આટલો મોહ શું રાખો છો?તેમ કહેનાર વ્યકિત ચાર રસ્તા પર પાણીપુરી ઝાપટતી હોય તેને પણ સમાજ તમારી પત્ની કહે છે.
પોતાના માટે મગ કે મઠ બનાવનાર વ્યકિત તમારાં માટે ઉપમા ન બનાવી આપે અને કહે કે આ મગ કે મઠ ખાઈ લો તેને પણ સમાજ તમારી પત્ની કહે છે.
ઓફીસ થી થાકેલો-પાકેલો સાંજે ઘરે આવનાર પતિદેવ ને જ્યારે પત્ની મંદિરે કે દેરાસર લઈ જવા નું કહે અને પતિ તૈયાર થઈ જાય,તે પતિ પાણી નો એક ગ્લાસ માંગે અને તેને ફ્રીજ નો દરવાજો બતાવો તેને પણ સમાજ તમારી પત્ની કહે છે.
એવું નથી કે આવું પત્ની માં જ હોય છે.ઘણાં પતિદેવો પણ આવો આઈક્યુ ધરાવતા હોય છે.
ગ્રેજયુએટ પત્ની ને મેટ્રીક ફેઈલ એમ કહે કે ડોબી તને સમજ ના પડે તેને સમાજ તમારો પતિ કહે છે.
અપ ટુ ડેટ તૈયાર થયેલી પત્ની જોડે ચોળાયેલ લેંઘા જભ્ભા માં ફરનાર અને કહેનાર કે આપણ ને તો કપડાં નો કોઈ મોહ જ નથી પણ તમારો પતિ હોઈ શકે છે.
જાહેર માં પૈસો તો ધૂળ છે તેમ કહેનાર ખાનગી માં પૈસા માટે ધૂળ માં આળોટે, તે પણ તમારો પતિ હોઈ શકે છે.
દરેક પતિ અને પત્ની એ પોતાની માર્કશીટ એકબીજા ને તપાસવાં આપવી જોઈએ અને જેનાં માર્ક વધારે હોય તેને Follow થવું જોઈએ.જો એવું થાય તો દુનીયા નું સ્વર્ગ તમારાં ઘર માં જ છે.