સભા માં ચાલતી હતી "બહેસ",
કે સૌથી વધુ કોન છે "તેજ" !,
શસ્ત્રો અંદરો અંદર લડી ચૂક્યા,
એક બીજાને કાપી પણ ચુકયા,
શાંત રહી એક ખૂણામાં,
'શબ્દો ' આ તમાશો જોઈ ચુક્યા,
'શસ્ત્રો ' ના વારથી 'માનવી' છેદાઇ ગયો,
'હકીમ' ના આવવાથી શરીર નો 'જખ્મ' રુઝાઇ ગયો,
વારી આવી હવે "શબ્દો ની",
પલભર માં માનવી પૂરેપૂરો "વિંધાઇ " ગયો.
હેમાંગી