*ડર*
રાત અંધારી આસોની વીજળી કરે ચમકારા.
સીમાડે નદી કાંઠે બેઠા વધે હદયના ધબકારા.
મનમાં ડર ઉંડે ઉતરતો જો વહી નદી તો કેમ કરશું પાર.
નથી ખેતરે માળો ભય લાગે વર્ષા પડે મુશળધાર.
ઉંમર નાની સાહસ છે મોટું, દોડી ને હાંફતા નદી કરી પાર.
વીજળી રસ્તા વચ્ચે આવી રસ્તો દેખાડે એનો આભાર.
હનુમાન ચાલીસાનો પાઠ કરતાં નર કહે હવે તારો આધાર.
પાણીના ટીપાં લાગે પથ્થર પવન પણ મારે થપાટ.
પહેલીવાર નું ડર લાગ્યો, ઘર આવતા થયું સમાપ્ત.
નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ