@@@ જન્મ થયો છે...જગતગુરુનો...
(રાગ- સુનો સાસુરજી...અબ જીદ છોડો...)
જન્મ થયો છે...જગતગુરુનો...
જન્મ થયો છે...જગતગુરુનો...
કરવા પાપોનો નાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)
કંસ વૃત્તિની જગમાં,વધી છે બોલબાલા.
પાપના તાપની,સળગે છે આજ જ્વાળા.
સત્ય સંકટમાં આજે,જૂઠ નું ચલણ છે.
પિશાચી સ્વભાવનું,માનવમાં વલણ છે.
સજ્જનોને...હવે રક્ષાવા...
સજ્જનોને...હવે રક્ષાવા...
આવે છે અવિનાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)
પાપરૂપી આજ ગિરી,ફરીથી ઊંચકવા.
સજ્જન વૃત્તિને હવે ,સંકટ થી તરવા.
મુરલીના મીઠા સુરો,જગને સંભળાવવા.
જગ પોષણ હેતુ અર્થે,ગાયોને ચરાવવા.
માનવ બનીને...આવશે ઈશ્વર...
માનવ બનીને...આવશે ઈશ્વર...
હશે માનવ ભેળો વાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)
જન્મ થયો છે...જગતગુરુનો...
જન્મ થયો છે...જગતગુરુનો...
કરવા પાપોનો નાશ,
પુરી થશે શુભ આશ,જગતને છે વિશ્વાસ...(૨)
- અલ્કેશ ચાવડા "અનુરાગ"