I have first tried to write
Happy Janmashtami.......
હા કાનો મને ગમે છે
મથુરા ની જેલ મા જન્મનારો સોનાની દ્રારીકા સુધીની સફર કરે છે એટલે કાનો મને ગમે છે..
ગોકુળ ની ગલીમાં માખણ ચોરતો ચોરતો ગોપીઓના દીલ પણ ચોરી લે છે એટલે કાનો મને ગમે છે..
યમુના નદીના કિનારે ગોપી ના ચીર ની ચોરી કરતો અને ભરી સભામાં દ્રોપદી ના ચીર પુરવા આવતો કાનો મને ગમે છે..
એના એક હાથમાં વાંસળી અને બીજા હાથ મા સુદર્શન છે એને વગાડવાની અને ચલાવવા ની નીતી મા તે સંપુર્ણ છે એટલે કાનો મને ગમે છે..
રાધાને મન શ્યામ છે ગોપીને મન કાન છે મીરાનો ગિરધર છે રુક્ષમણીના એ પ્રાણ છે શુભદ્રા નો એ વીર મહાન છે એટલે કાનો મને ગમે છે..
By
Bhavin Ambaliya