એકદા
બીજે આન્ખ ઉઘાડી
પ્રશ્ન પૂછયો
ધરાએ કૃતગ્નતા સ્વીકારી
પ્રશ્ન પૂછયો
મારી કઠોરતાને
કુમાશમાં ફેરવનાર
કાયાપલટ કરનાર
કરતબ જાણનાર માળી કયાં છે?
આભાર માનવો છે
માણસે પૂછયું
મારો હાથ ઝાલનાર
મારી આંગળી પકડનાર
કયાં છે? કયાં છે?
આગળ વધવું છે મારે
હું એને ખેંચી ...પાડું
મારગનો કંટક ન બને માટ
એકમાંથી. ટપકી કૃતગ્નતા
એકમાંથી ટપકી કૃતઘ્નતા
કારણ શું?
એક.પ્રેમી જીવ છે
એક બુધ્ધિ જીવ.છે!