"કાશ હું તારી માંગમાં સજાવેલું લાલ ચટક કંકુ હોઉં,
અને,
તારી સાથે રાત દિવસ તારા સહવાસ માં રહું".....
એક સૈનિક પતિએ યુદ્ધ નાં વિરામમાં પોતાની ડાયરી માં એક વાક્ય ઉતાર્યું,સાથેજ તેની આંખ માંથી એક આંસુ સર્યું ને અક્ષરો વિખરાઈ ગયા.
....... અરે ,શિખર ક્યારનો બુમો નાખું છું,સાભળ ને ભાઈ.. ચાલ,જલ્દી યુદ્ધ ફરી સ્ટાર્ટ થઇ ગયું છે.પોતાના દેશ માટે કંઈ પણ.અને બધુંજ તરત એમજ મૂકી ભાગ્યો.
....................................
કોરી માંગ સાથે એક પત્ની નો વિલાપ જે કદાચ તે પોતેજ જાણે છે, પત્ની તેમની વસ્તુ ઓ સાથે આવેલી ડાયરી ખોલી ને વાંચવા લાગી.. મન ને ઘણી શાંતિ મળી .બસ માત્ર એટલુજ બોલી શકી આખરે એ પણ શહીદ ની પત્ની હતી,
"કાશ હું તારી સૈનિક ની વર્દી હોઉં ,
અને,
તારા અંત સુધી તારી સાથે રહું".......
અને બસ ઢળી પડી..............
કાયમ માટે.........
........
#ARCHANA