?????
વૃદ્ધત્વ સહજ એક વાસ્તવિકતા
☔ ☔ ☔
✨વૃદ્ધત્વ એટ્લે વૃદ્ધ થઇ
ગયાની માની લીધેલી
માનસિકતા..
હા , શરીર જરુર વૃદ્ધ થાય છે અને સાથે-સાથે અનુભવો દ્વારા થયેલી વિચારોની મેચ્યુરિટી....
✨મુઠ્ઠીભર રેતની જેમ
સરકી જતો સમય,
સરકી જતી વેળા,
ને સરકી જતું મન..
✨ડોક્ટરો ના
પ્રિસ્કીપઃસન ની
શુરુઆત એટ્લે વૃદ્ધત્વ...
✨લાગણીઓ,સંવેદના,ક્રોધ,ગુસ્સો,આવેશ આ તમામ માંથી પસાર થયેલું મન એટ્લે વૃદ્ધત્વ....
✨અગ્નિના તાપમા તપીને ઘડાયેલું શરીર એટ્લે વૃદ્ધત્વ
✨વિસરાઈ ગયેલાં સંગીતનું ગીત એટ્લે વૃદ્ધત્વ ..
✨પચાસ થી સાઈઠ ની ઉંમરે વિસામો લેતી એક ઉંમર એટ્લે વૃદ્ધત્વ
✨....✨.....✨.....✨
✨આ બધાની વચ્ચે બદલાતો જમાનો, લોકોના બદલાતા વિચારો, બદલાતા દ્રષ્ટિકોણ, બદલાતા પહેરવેશ....
✨બસ જરુર છે બદલાયેલી માનસિકતા સાથે જાતને બદલવાની
✨વૃદ્ધત્વ એટ્લે
ઓશિયાળા નહીં
પણ ...એને પડકાર બનીને
જીવવાની આદત બનાવો
✨જિંદગી ભલે લાંબી હોય કે.. ટૂંકી..પણ
વૃદ્ધત્વ તો ઘૂઘવાતા દરિયા જેવું હોવું જોઇયે..
જિંદગીમા હિલોળે ચડેલા દરિયા જેવી ભીનાશ હોવી જોઇયે
✨વિસરાઈ ગયેલાં સંગીતનું રીમિક્સ કરી નવા જ આલાપ ને તાન સાથે થનગનતું હોવું જોઇયે
?જીવો મોજ થી
?રહો મોજ થી
?....?.....?.....?
:-મનિષા હાથી