છે ક્યાંક શાંતિ (Peace) ? બસ હવે ત્યાં જવું છે......!
"બસ આ બધી દુનિયાની રીતથી દુર જવું છે....
નથી કોઈ સાથીની જરૂર કે ના બીજા કોઈ સગા સબંધીઓની જરૂર છે....
છે ક્યાંક શાંતિ (Peace) ? બસ હવે ત્યાં જવું છે......!"
"જીવનની બધી મોહ-માયાથી દુર જવું છે.....
નથી કોઈ રૂપિયાની જરૂર કે ના બીજા કોઈ સંસાધનોની જરૂર છે........
છે ક્યાંક શાંતિ (Peace) ? બસ હવે ત્યાં જવું છે......!"
"તે બનાયેલા બધા જ સંબંધોથી દૂર જવું છે.....
ના કોઈ માં-બાપ જોઈએ કે ના કોઈ ભાઈ બહેન જોઈએ, ના કોઈ જ જોઈએ.....
છે ક્યાંક શાંતિ (Peace) ? બસ હવે ત્યાં જવું છે......!"
"ના હાર્યો છું કે ના કદી હારીશ આ જિંદગીથી, પણ જીંદગીનો મર્મ અડધો સમજાય ગયો છે ને અડધો સમજવો છે.....માટે.....છે ક્યાંક શાંતિ (Peace) ? બસ હવે ત્યાં જવું છે......!"
"જીંદગીથી કંટાળેલો માણસ....કે જે બધું જ કરી શકે છે.....પોતાની જાતે દુનિયાના અને પોતાના પ્રોબ્લેમ્સ જાતે જ કે જેને હંમેશા સોલ્વ કર્યા છે......જે હંમેશા જીવનને ટક્કર આપતો આવ્યો છે.....પણ તે પોતાના ફેમિલીના પ્રોબ્લેમ્સ આગળ જ હંમેશા હારી જાય છે.....અને એના જ પ્રોબ્લેમ્સનું એને સોલ્યુશન નથી મળતું.....ઘણો જ ટ્રાય કર્યો, વર્ષો સુધી ટ્રાય કર્યો પણ તે એનું સોલ્યુશન લાવી જ ના શક્યો....હંમેશા પરિસ્થિતિ બત્તર થી બત્તર થતી જ ગઈ.......માટે જ તે હવે કહે છે કે....... છે ક્યાંક શાંતિ (Peace) ? બસ હવે ત્યાં જવું છે......!"
"unknown"