Gujarati Quote in Poem by તેજલ અલગારી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અચાનક તારા સામે આવી જવા થી હવે મને ફર્ક નથી પડતો
ઘણો સમય તારા થી દુર રહેવા થી હવે મને ફર્ક નથી પડતો

હા, એક સમયે આદત હતી મને તારી સાથે વાત કરવાની
પણ કલાકો સુધી તારો જવાબ ન આવવાથી હવે મને ફર્ક નથી પડતો

એમ તો નહીં કહું કે તારી યાદ નથી આવતી ,
પણ તારી યાદો ના આમ વારંવાર આવવાથી હવે મને ફર્ક નથી પડતો

ખબર છે મને હવે નથી વિચારતા તમે મારા વિશે કાઈ જ
પણ તમારા વિચારવા ના વિચારવા થી હવે મને ફર્ક નથી પડતો

સાચું કહું તો હા હજી પણ ફર્ક પડે છે આ બધી વાત થી મને
પણ શું કરું ??
મને ફર્ક પડવા ના પડવા થી હવે તમને કોઈ ફર્ક નથી પડતો

Gujarati Poem by તેજલ અલગારી : 111239562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now