" જિંદગી ત્યારે જીવવા જેવી લાગે છે ......!!! "
?
ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ
" ક્યારે આવે છે ? "
એવું પૂછે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
ગાલ પર પડતો
ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
જ્યારે કોઈને
કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે -
" કેમ આજે ઉદાસ છે ?? "
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
જ્યારે હાથ પકડીને
પાસે બેસીને કોઈ સમજાવે કે -
" તું મારા માટે ' ખાસ ' છે ! "
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
સાંજ પડે સૂરજની જેમ
આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો
' દીકરી ' ખોલે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી
' મમ્મી ' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
જ્યારે ઉજાગરા વખતે
કોઈ બાજુમાં બેસીને કહે -
" ચાલ , હું તારી સાથે ' જાગું ' છું..."
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે -
" કેવી લાગુ છું ?? "
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
" ભરાઈ જશે " એવું કહે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
ના પાડ્યા પછી પણ
પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
" ખવાય જશે " એવું કહે...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે -
" ચાલને યાર, એક વાર પાછા ' મળીએ '..."
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં
એક ' પ્રાર્થના ' સાંભળીએ...
ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી " જીવવા જેવી " લાગે છે !
?
હોસ્પિટલના ખાટલા પર
" મૃત્યુ સામે " તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી " જીવવા જેવી " લાગે છે..
?
આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર
'સ્મિત' આવી જાય...
ત્યારે મને
મારી જિંદગી " જીવવા જેવી " લાગે છે...?