હતુ શું એની ઓઢણીમાં,
કે પડછાયો રાતો થઈ ગયો.
હતો ફિક્કો સંસારનો સ્વાદ,
આગમન થઈ એના કેવો મીઠો થઈ ગયો.
હતો હું માંદો મનથી,
ઝલક એક થી સાવ સાજો થઈ ગયો.
નિકળ્યો તો કરવા આપઘાત,
જોઈ એને મૃત્યુ નો વિચાર આધો થઈ ગયો.
હતુ શું એની ઓઢણીમાં,
કે પડછાયો રાતો થઈ ગયો...