શુ થયું,શું ખબર,
પણ આજકાલ બધુ જ ગમે છે
હતો મૌન ઘણો હું,
હવે કંઇક બોલવું પણ ગમે છે
ક્યાંક ફસાણો તો નથીને કોઇ માયાજાળમાં?
પણ હવે એ ફસાવુ પણ ગમે છે
છે જો કોઈ આ રમત અવનવી,
તો હવે એમા હારવું પણ ગમે છે
ખુબ રોકી જાતને એ સ્મિત કેરા વરસાદથી,
ભુલી બેઠો ભાન હવે એમા ભીંજાવું પણ ગમે છે
ધડકન તણા પ્રશ્ર્નાર્થના કયાં જવાબો ગોતુ,
મને તો ગમે છે... શું એને પણ ગમે છે?.....